વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે।પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે॥
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે।વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે।જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે॥
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે।ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે॥
In English
Call that person a Vaishnav who feels another’s pain as their own — who helps the suffering and keeps no pride in it. Who bows to everyone and slanders no one; who is steady in word, deed and mind — blessed is the mother of such a one.